ઇતિહાસ
આ નગર/શહેરના ૩ મુખ્ય પ્રવેશ માર્ગો છે. પ્રથમ પ્રવેશ માર્ગ પૂર્વ દિશામાં આવેલો છે જયારે બીજો પશ્ચિમ તરફ જોડાયેલો છે અને ત્રીજો ઉતર બાજુએ આવેલો છે.પૂર્વ દિશામાં આવેલો પ્રવેશમાર્ગ વઢવાણ શહેરને જોડે છે જે આ શહેરથી ૭ કિ.મી. દૂર આવેલ છે.
વિસ્તાર/વસ્તી
સુરેન્દ્રનગર એ ર૦૧૧ ની વસ્તી ગણતરી અનુસાર ર,પ૩,૬૦૬ તથા હાલમાં ૩૦૧૮૪ર નગરજનોની વસતિ ધરાવતું એક શહેર છે. તે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં પશ્ચિમ દિશામાં આવેલ છે. અમદાવાદ એસ.એચ ધોરીમાર્ગથી ૭ કિ.મી.ના અંતરે આવેલું છે. આ નગર/શહેરમાં નગરપાલિકા નું વહીવટી તંત્ર ગોઠવાયેલ છે.
જોવાલાયક સ્થળો
સુરેન્દ્રનગરથી ૬૩ કિ.મી.ના અંતરે આવેલ ચોટીલા રાષ્ટ્રીય ઘોરીમાર્ગ નં.-૮ પર આવેલ છે. સૌરાષ્ટ્રનું મોટું યાત્રાધામ છે. ૧૧૭૩ ફુટની ઉંચાઈએ ચામુંડા માતાનો વાસ છે. પૂનમના દિવસે શ્રઘ્ધાુળુઓની મોટી ભીડ દર્શન માટે જામે છે.