ભૌગોલિક પરિસ્થિતિ

આ નગર/શહેરના ભૌગોલિક માળખામાં કાંપ (તાજેતરનો) ફળદ્રુપ જમીન (રેતાળુ અને ગોરાળુ પ્રકારની) તથા કાળી જમીન નો સમાવેશ થાય છે. હકીકતમાં આ તાલુકો અતિપ્રાચિન થી અર્વાચિન કાળની ઈન્ડોડ એલ્યુરવીઅલ મેદાનોની બનેલી છે. આ મેદાનો એસોલિયનના થર જામેલા જોવા મળે છે. આ વિસ્તાતરની જમીનમાં માટી, રેતી, કાંકરા મિશ્રીત માટીના નાના તત્વો જોવા મળે છે.

આ નગર/શહેરનું હવામાન ગરમી સભર/સુકું જોવા મળે છે અને વરસાદ વર્ષમાં જુલાઈ થી ઓગષ્ટ દિવસોમાં નોંધાય છે. વર્ષમાં ચાર ઋતુઓ અનુભવાય છે. ડિસેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન ઠંડીની ઋતુ, ત્યાદરબાદ માર્ચ થી મે સુધી ઉનાળો, જૂન થી સપ્ટેમ્બર સુધી નૈઋત્યના મોસમી પવનો, ઓકટોબર થી નવેમ્બ‍ર દરમિયાન વરસાદ પછીની ઋતુ છે.

સુરેન્દ્રનગર શહેર 42.87 ચો.કિ.મી. વિસ્તારમાં પથરાયેલ છે. તે ૭૧.૩૯ ઉત્તર અક્ષાંશ અને રર.૪૪ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે.