જોવાલાયક સ્થળો

સ્થળોની માહિતી માટે "ક્લિક" કરો.

સુરેન્દ્રનગરથી ફકત ૬ કિ.મી.ના અંતરે આવેલ શહેર જે વર્ધમાનપુરી તરીકે ઓળખાતું હતું. તે શહેર ભોગાવો નદીના કાંઠે આવેલ છે. ભોગાવો નદીના કાંઠે દક્ષિણ તરફ રાણક દેવીનું મંદિર તથા પ્રજા માટે પ્રાણ ત્યજી દેનાર વાઘેલા સોલંકી રાજા સારંગદેવ ના મંત્રીશ્રી માધવના પુત્ર અને પુત્રવધુના સ્વૈચ્છિક બલિદાનની દંતકથા ઘરાવનારી માધાવાવ આવેલ છે. આ ઉપરાંત મહારાજા દાજીરાજ સાહેબે બંધાવેલ હવા મહેલ તથા સ્વાામીનારાયણ ભગવાનનું મંદિર જોવા લાયક છે.

સુરેન્દ્રનગરથી ફકત ૩ કિ.મી. ના અંતરે વડવાળા દેવનું મંદિર આવેલ છે. અહિંયા રાધાકૃષ્ણદેવની સુંદર મૂર્તિ આવેલ છે. રબારી-ભરવાડ જ્ઞાતિ આ મંદિર પ્રત્યે ખૂબ શ્રઘ્ધા ધરાવે છે.

સુરેન્દ્રનગરથી ર૦ કિ.મી. ના અંતરે આવેલ આ ગામ દ્વારકા હોવાનુ દાવેદાર છે. ઉપરાંત આ ગામમાં માંડવરાયજીનું મંદિર આવેલ છે. જેમાં ક્ષત્રિયો ખૂબ આસ્થા રાખે છે. ઉપરાંત ભગવાન સ્વામીનારાયણનું વિશાળ મંદિર પણ જોવા લાયક છે. ઉપરાંત આ મંદિરમાં ભગવાન સ્વામીનારાયણ તથા અન્ય મહાત્માઓની પ્રસાદી રૂપે સાચવી રાખેલ પૌરાણીક વસ્તુઓ જોવા મળે છે.

સુરેન્દ્રનગરથી ર૭ કિ.મી.ના અંતરે આવેલ આ ગામ ભગતના ગામ તરીકે પ્રખ્યાત છે. જે લીમડી-રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલ છે. અને આ ગામમાં પણ ભગવાન સ્વાામિનારાયણનું મંદિર જોવા લાયક છે. આ મંદિરમાં બારેમાસ સદાવ્રત ચાલુ હોય છે. જેમાં રહેવા જમવાની સગવડ છે.

સુરેન્દ્રનગરથી ૬૩ કિ.મી.ના અંતરે આવેલ ચોટીલા રાષ્ટ્રીય ઘોરીમાર્ગ નં.-૮ પર આવેલ છે. સૌરાષ્ટ્રનું મોટું યાત્રાધામ છે. ૧૧૭૩ ફુટની ઉંચાઈએ ચામુંડા માતાનો વાસ છે. પૂનમના દિવસે શ્રઘ્ધાળુઓની મોટી ભીડ દર્શન માટે જામે છે.

ચોટીલા હાઈવેથી ૮ કિ.મી.ના અંતરે જંગલ અને પહાડીઓથી ઘેરાયેલ આ વિસ્તારમાં ભગવાન સ્વયંભુ શિવનું મંદિર આવેલ છે. આ મંદિર ખૂબ પ્રાચીન છે. ભગવાન શિવ ઉપર સતત નિર્મળ જળનો અભિષેક થતો રહે છે. અહીંયા ઘણા સાધુ સંતોએ તપ પણ કરેલ છે. મંદિરની બાજુમાં મહાકાળી માતાની ગુફા પણ આવેલ છે. ઝરીયા મહાદેવ પહાડ અને જંગલથી ઘેરાયેલું રમણીય સ્થળ છે. જેથી કુદરતી સૌંદર્ય પણ ભગવાને છુટેૃ હાથે વેરેલું છે. જેથી સુંદર પર્યટન સ્થળ તરીકે પ્રસિઘ્ધી પામ્યુ છે. શ્રાવણમાસમાં શ્રઘ્ધાળુઓની ભીડ જામેલ જોવા મળે છે.

ચોમેર જંગલોથી ધેરાયેલું નાગદેવતાનું મંદિર ઝરીયા મહાદેવથી નજીક છે. અહીંયા નીલગાય, ઝરખ, અનેક પ્રકારના નાગ, મોર જેવા પ્રાણીઓ કુદરતના ખોળે ખેલતા જોવા અનેરો લ્હાવો છે.

ચોટીલા હાઈવેથી ૯ કિ.મી.ના અંતરે સુરજદેવળમાં સૂર્ય ભગવાનનું ભવ્ય મંદિર આવેલ છે. ખાચર દરબારોના આરાઘ્ય દેવ સૂર્યભગવાન અહીંયા સાક્ષાત બીરાજે છે. સૂર્યનું કિરણ સૌ પ્રથમ સુપ્રભાતે મંદિરમાં પથરાય છે. અને અલૌકીક દર્શન થાય છે.

ચોટીલાથી ૧૮ કિ.મી. તથા થાનથી પ કિ.મી.ના અંતરે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. લોકવાયકા મુજબ પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમ્યાનન દ્રૌપદીના સ્વયંવરમાં અહિંયા આવી મત્સ્ય વેધ કરેલ અને દ્રૌપદીએ અર્જુનને વરમાળા પહેરાવી હતી. આજે મહાદેવના મંદિર પાસે ત્રણ મોટા કુંડ આવેલા છે. ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠ ના ત્રણ દિવસ મોટો લોક મેળો ભરાય છે. અને મેળો માણવા લાયક હોય છે. જેમાં વિદેશી પર્યટકો મોટા પ્રમાણમાં ઉમટે છે.

આ અતિ પ્રાચીન સ્થળ છે. જયાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમ્યાન અહિંયા વાસ કરેલ હતો. અને આ જગ્યાએ માતા સુંદરી ભવાનીનું મંદીર આવેલ છે. જેની આસપાસ શાંત અને રમણીય બગીચો, ઝાડી આવેલ છે. જેથી માનવીનું મન અહીંયા આવીને શાંત થઈ જાય છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં પાટડી પાસે ખારા ઘોડામાં મોટું ઘુડખર અભ્યારણ આવેલ છે.

લીંબડી પાસે નળસરોવર આવેલ છે. જયાં અનેક જાતના દેશ વિદેશના પક્ષીઓ સહેલગાહે આવે છે. અને આ સ્થળ દેશી તથા વિદેશી પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.