Nr. Collector Office, Tower Road, Surendranagar, Gujarat
+ 02752 282 858
આમ તો સુરેન્દ્રનગરનો ઇતિહાસ ઘણો લાંબોને રસપ્રદ રહ્યો છે. સુરેન્દ્રનગરએ બ્રિટિશ અધિકારીઓ નો દબદબો પણ જોયો છે અને આઝાદીની ચળવળ સાથે એને કંઈક દાયકા જોયા છે.
(કર્નલ હોવેઈ) 1864 માં કર્નલ હોવેઇના સૂચનથી આ જગ્યાની પસંદગી વઢવાણ સિવિલ સ્ટેશન સ્થાપવા માટે થઈ. ત્યાર બાદ કાઠિયાવાડ ના પોલિટિકલ એજન્ટ કર્નલ કિટીઝે કાયમી ભાડા પટ્ટે આ જમીન લીધી હતી.
(કાઠિયાવાડ પોલિટિકલ એજન્ટ કર્નલ કિટીઝ) ત્યાર બાદ અહીંયા વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજેન્સીની હુકુમત હેઠળ ઝાલાવાડ પ્રાંત એજન્સીના કાર્યમથક તરીકે વઢવાણ કેમ્પ સ્થપાણુ જેને લોકભાષા આપણે કાંપ તરીકે ઓળખીએ છીએ.
(વઢવાણ કેમ્પ) કાર્યમથક સ્થપાતા આજુ બાજુના ગામડાના લોકો ધંધા રોજગાર માટે અહીંયા આવવા લાગ્યા અને સ્થાયી થવા લાગ્યા.અને આવી રીતે અહીંયા એક શહેર પોતાનો આકાર લઈ રહ્યું હતું. મે 1872 માં સ્ટીમ એન્જીન આવતા વિરમગામ,ધ્રાંગધ્રા,રાજકોટ,ભાવનગર ચાર રેલવે લાઈનના જંકસનના લીધે આ કેમ્પ વિકસતુ ગયું.અને લોકો વધુને વધુ ધંધા રોજગાર માટે અહીંયા આવવા લાગ્યા. 1946 માં આ શહેરને વઢવાણ મહારાજ સુરેન્દ્રસિંહજીને સોંપવામાં આવ્યુ અને તેઓ એ આ શહેરને સુરેન્દ્રનગર નામ આપ્યું.ત્યાર બાદ 1948 માં દેશી રજવાડાઓના વિલીનીકરણ બાદ આ શહેરને જિલ્લા મથક બનાવવા માં આવ્યું.
સુરેન્દ્રનગર શહેરની સ્થાપના વર્ષ ૧૮પ૪ માં થઈ હતી. આ પહેલા તે વઢવાણકેમ્પ અથવા વઢવાણ સીવીલ સ્ટેશન તરીકે જાણીતુ હતુ. આ ઉપરાંત તે બ્રિટીશ પોલીટિકલ એજન્ટનુ વડુ મથક હતું. ત્યાર બાદ તેનું શાસન વઢવાણ ના રાજા શ્રી સુરેન્દ્ર સિંહજીના હાથમાં ૧૯૪૬ માં સોપવામાં આવ્યું. રાજાના નામ પરથી ૧૯૪૭ માં તેનુ નવુ નામકરણ સુરેન્દ્રનગર કરવામાં આવ્યું. આઝાદી ની ચળવળમાં આ શહેર નું નોંધપાત્ર યોગદાન છે. અને શહેર ને સૌરાષ્ટ્ર નું પ્રવેશદ્વાર માનવામાં આવે છે.