નગરપાલિકા ઇ-ગવર્નન્સ

     સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા એ જિલ્લા ના મુખ્ય મથક પર આવેલી "અ" વર્ગની નગરપાલિકા છે. જેમાં વર્ષ - ર૦૦૫ માં શહેરી વિકાસ મંત્રીશ્રીના હસ્તે ઇ-ગવર્નન્સનું લોન્ચીંગ કરેલ હતું. જેમાં નાગરીકોને પુરી પાડવામાં આવતી મહત્તમ સેવાઓને કોમ્યુટરાઇઝડ કરવામાં આવેલ.જેની વિગત નીચે મુજબ છે.


    ત્યારબાદ સરકારશ્રી તરફથી વ્યવસાય વેરાની કામગીરી નગરપાલિકાને સોંપવામાં આવી જેની કામગીરી પણ શરૂઆતથી જ કોમ્યુરટરાઇઝડ કરવામાં આવેલ. આમ નગરપાલિકાના તમામ વેરા કોમ્યુટરાઇઝ થયેલ છે.


  • ૧) પ્રોપર્ટીટેક્ષ
  • (ર) શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશસમેન્ટ
  • (૩) જન્મ-મરણ
  • (૪) લગ્ન નોંધણી
  • (પ) પાણી કર
  • (૬) નગરપાલિકા એસ્ટેટ મેનેજમેન્ટ

    હાલ સરકારશ્રીની પારદર્શક વહીવટની નીતિના કારણે ગુજરાતની તમામ નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓને એક છતનીચે લાવવા માટે ઇ-નગર નામનું પોર્ટલ બનાવેલ છે. જેમાં નગરપાલિકાના તમામ ટેક્ષ તથા ફરીયાદોને આવરી લીધેલ છે. જેમાં સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકા દ્વારા હાલ પ્રોપર્ટી ટેક્ષ, શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ, પ્રોફેશનલ ટેક્ષ, લગ્ન નોંધણી તથા ફરીયાદની કામગીરી https://enagar.gujarat.gov.in માં ચાલુ કરવામાં આવેલ છે. તથા જન્મ-મરણની કામગીરી પણ સરકારશ્રીની https://eolakh.gujarat.gov.in સાઇટ ઉપર ઓનલાઇન ચાલુ છે. ટુંક સમયમાં નગરપાલિકાની એસ્ટેટ તથા હોલ બુકીંગની કામગીરી ઇ-નગર ઉપર ઓનલાઇન ચાલુ કરવામાં આવનાર છે.


    નગરપાલિકા દ્વારા વેબસાઇટ બનાવેલ છે. જેમાં નગરપાલિકાની તમામ માહિતી, તમામ પ્રકારના ફોર્મસ, બજેટ વિગેરેની માહિતી મુકવામાં આવેલ છે. તથા નગરપાલિકા દ્વારા મોબાઇલ એપ. બનાવેલ છે. જેમાં ફરીયાદ, તમામ ટેક્ષની માહીતી જાહેર જનતા એપ મોબાઇલમાં ડાઉનલોડ કરી જોઇ શકે છે. જેની માહીતી નીચે મુજબ છે.

Play store > " M-Governance " app download કરવાની રહે છે.     ત્યાર બાદ તેમાં માંગેલ માહીતી આપી Sign up થવાનું રહે છે. ત્યાર બાદ સુરેન્દ્રનગર શહેર સીલેકટ કરી તમારે જોઇતી માહીતી એપમાંથી મેળવવાની રહે છે.