Nr. Collector Office, Tower Road, Surendranagar, Gujarat
+ 02752 282 858
આ સેવા માટે રૂબરૂ અથવા ફોનથી સેવા મેળવી શકાય છે. જેનો ફોન નંબર :- ર૮રર૫૦, ૧૦૧ અને ૧૦ર છે. નગરપાલિકા પાસે હાલ બે એમ્બ્યુલન્સ છે. જેમાં નીચે મુજબ સેવાઓ આપવામાં આવે છે.
સ્થાનિક - સ્થાનિકમાં દર્દીને લાવવા કે લઇ જવા માટે ફીકસ ચાર્જ રાખવામાં આવેલ છે.
ચાર્જીસ - એમ્બ્યુલન્સ સેવાના ચાર્જમાં નોન એ.સી. એમ્બ્યુલન્સનો ચાર્જ રૂા. ૪/- પ્રતિ કિ.મી. છે. તથા એ.સી.એમ્બ્યુલન્સનો ચાર્જ રૂા. ૮/- પ્રતિ કિ.મી છે.
ગામતળ વિસ્તાર તેમજ ગામતળ બહારના વિસ્તારોનું સફાઇ કામ નિયમિત ધોરણે કરવામાં આવે છે. તેમજ નાની-મોટી ગટરોની સફાઇ પણ નિયમીત ધોરણે કરવામાં આવે છે. ચોમાસા પહેલા પણ નિયમીત નાની-મોટી ગટરોની સધન સફાઇ કરવામાં આવે છે. તેમજ જંતુનાશક દવાઓ પણ સમાયાંતરે છાંટવામાં આવે છે.
મૃત જાનવરો - શકય હોય તેટલી વહેલી તકે મૃત જનાવર તાકીદે ખસેડવાની તજવીજ કરવામાં આવે છે.
વેકયુમ એમ્પ્ટીયર - ન.પા.ના જાહેર જાજરૂના ખાળકુવા નિયમીત સફાઇ કરવામાં આવે છે. તથા ન.પા. વિસ્તારના રહીશોના સંડાસના ખાળકુવા ભરાઇ ગયેલ હોય તો તે સાફ કરી આપવામાં આવે છે.
વેકયુમ એમ્પ્ટીયર લોકલ ફેરાના ચાર્જ નીચે મુજબ છે.
(૧) રેસીડેન્સીયલ લોકલ ફેરાના પ્રતિ ફેરાના ૧,૦૦૦/- (ર) ધંધાકીય લોકલ ફેરાના પ્રતિ ફેરાના ર,પ૦૦/- (૩) ન.પા. હદ બહારના ફેરાના ૩૦૦૦/- તથા કિ.મી. દીઠ ૧૫/-રૂા. અને ફેરા દીઠ વહીવટી ચાર્જ રૂા. ર૫૦/- (૪) મળપંપનો ફેરો કોઇ કારણસર ન થાય તો એક વખત જતાં ૩૦૦/- વહીવટી ચાર્જ લેવામાં આવે છે.
આગ અને અકસ્માત સમયે ફોન નંબર ર૮રરપ૦, ૧૦૧ અથવા ૧૦ર ઉપર માહિતિ આપવાથી આ સેવા આપવામાં આવે છે. આ સેવા માટે કોઇ ફોર્મ કે અરજી કરવાની હોતી નથી.
તેમજ ખાસ કિસ્સા માં નગરપાલિકાની નિયત કરેલ જગ્યાએથી આગ, અકસ્માત સ્થળે જવા આવવાના એક કિ.મી.ના રૂા. ૧૦/- પ્રમાણે તેમજ ડ્રાઇવર, કલીનરનું નિયત મુજબ ભથ્થુ વસુલ લેવામાં આવે છે.
આ સેવા ર૮રર૫૦, ૧૦૧ અથવા ૧૦ર નંબરના ફોન ઉપર અથવા રૂબરૂ ગેરેજ શાખા તથા ન.પા. ઓફીસે સંપર્ક કરી સ્થળ તથા સમય આપવાથી જે તે સ્થળે તથા સમયે વૈકુંઠરથની સેવા નગરપાલિકા વિસ્તારમાં નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. તથા બહારગામ નજીકના સ્થળે નજીવા ચાર્જ સાથે આ સેવા નગરપાલિકા દ્વારા પુરી પાડવામાં આવે છે.