વર્તમાન / વિસ્‍તાર / વસ્‍તી

સુરેન્દ્રનગર શહેર એ વઢવાણ તાલુકાના વઢવાણ ગામથી ૭ કિ.મી.ના અંતરે પશ્ચિમ દિશામાં આવેલ છે. જે વિસ્તાર સુરેન્દ્રનગર તરીકે પ્રખ્યાત છે/ ઓળખાય છે. નગર/શહેરમાં જુના પ્રકારની બાંધકામ ઘરાવતાં રહેઠાણના મકાનો, જેમાં ઈંટ / ચૂનાનો / માટીનો મહદંશે ઉપયોગ થતો જોવા મળે છે. હાલના સમયમાં આધુનિક બાંધકામોમાં સિમેન્ટ અને કોંક્રીટનું પ્રમાણ પણ જણાય છે.

સુરેન્દ્રનગર શહેર 42.87 ચો.કિ.મી. વિસ્તાારમાં પથરાયેલ છે. તે ૭૧.૩૯ ઉત્તર અક્ષાંશ અને રર.૪૪ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે. આ શહેરમાં નગરપાલિકા અસ્તિત્વમાં છે.

ર૦૧૧ની સ્થિતિએ વસ્તી ગણતરી અનુસાર આ શહેરમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ ૮૦.૮ર% રહેવા પામ્યું છે. જે જિલ્લામાં વધારે ગણાવી શકાય. આ નગર/શહેરમાં દર ૧૦૦૦ પુરૂષોએ ૯૩૮ સ્ત્રીરઓનો ગુણોત્તર છે. સુરેન્દ્રનગર નગર/શહેરમાં કુલ ૩૦પપ૮ પરિવારો વસે છે. જેમાં ર૩ર૧ અનુસૂચિત જાતિના, અનુસૂચિત આદિજાતિના પરિવારો છે.